નર્મદામાં ઉતરાયણના દિવસે પોલીસનું સઘન ચેકીંગ રહેશે.

નર્મદામાં ઉતરાયણના દિવસે પોલીસનું સઘન ચેકીંગ રહેશે.
પરિવારના બીજા માણસો દ્વારા પતંગ ચગાવવાની ખેર નથી.
નર્મદા પોલીસ સમગ્ર નર્મદામાં ઉતરાયણના દિવસે વિડીયોગ્રાફી કરશે અને ચાર જેટલા ડ્રોનથી પણ સઘન ચેકિંગ હાથ ધરશે.
દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે પોલીસ કર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે.
સાગબારા ચેકપોસ્ટ પર પણ કડક ચેકિંગ હાથ ધરી દારૂની હેરાફેરી પર વોચ રાખશે.
રાજપીપળા,તા.13
નર્મદામાં આવતીકાલે ઉતરાયણના દિવસે માત્ર પરિવારના લોકો જ અગાસી પર પતંગ ચગાવી શકશે પણ પરિવારના બીજા માણસો દ્વારા પતંગ ચગાવનાર ની ખેર નથી. એવું પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે સમગ્ર નર્મદા જિલ્લામાં પોલીસ તંત્ર બનાવી ચેકિંગ હાથ ધરશે. જેમાં ઉતરાણના દિવસે વિડીયોગ્રાફી કરશે. અને ચાર જેટલા ડ્રોનથી પણ સઘન ચેકિંગ હાથ ધરશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 14મીના રોજ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર પર દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઈન્ટ મુકવા આવશે.પોલીસ કર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ટર દેખાશે કે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
નર્મદા જિલ્લામાં ચાર જેટલા ડ્રોનથી મદદથી સંવેદન વિસ્તારમાં પણ વોચ રાખવામાં આવશે. ઉતરાયણના દિવસે તેમજ કોઇપણ જાહેર સ્થળોએ,ખુલ્લા રસ્તા ઉપર પતંગ ચગાવવા એકત્રિત ન થાય તે અંગે ઉત્તરાયણના આગલા દિવસે ઉત્તરાયણ તેમજ વાસી ઉતરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલિંગ બંદોબસ્ત ગોઠવી દેવાશે સાથે-સાથે મકાનો,ફ્લેટના ધાબા કે અગાસી ઉપર મોટી સંખ્યામાં લોકો એકત્ર ન થાય તેમ જ પરિવારના નજીકના સભ્યો સાથે ઉજવાઇ માસ્ક અને સોશિઅલ ડિસ્ટન્સીન્ગ સાથે લોકો તહેવાર ઉજવે એ તમામ બાબત પોલીસ વોચ રાખતી સમગ્ર નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર માં પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે.
આ સાથે મહારાષ્ટ્રની બોર્ડર પર દારૂની હેરાફેરીને રોકવા સાગબારા ચેકપોસ્ટ સહિત જિલ્લામાં ચેકિંગ વધારી દીધું છે. કે જેનાથી રાજ્યમાં ગુસતો વિદેશી દારૂ અટકાવી શકાય નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિંમકરસિંહે જણાવ્યું હતું કે ઉત્તરાયણ માં વિદેશી દારૂની હેરાફેરી ન થાય એ માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ ચેકિંગ કરી રહી છે.

રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા