હળવદ દુર્ઘટના મામલે મૃતક શ્રમિકના વારસદારોને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જીઆઇડીસીમાં દિવાલ ધસી પડવાની દુર્ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમિકો પ્રત્યે હ્વદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત પણ કરી છે. તેમણે મૃતક શ્રમિકોના આત્માની શાંતિ માટે પ્રભૂ પ્રાર્થના પણ કરી છે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.
તો બીજી તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. તેઓએ ટ્વિટ કરી તેઓની સંવેદના વ્યક્ત કરી છે.