*અમદાવાદ ગ્રામ્યમાં સગીરે વેપારીના પુત્રનું અપહરણ કરી રૂ. 30 લાખની ખંડણી માંગી.*
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અપહરણની ઘટના બની હતી. જો કે પોલીસે ગણતરીની જ કલાકોમમાં અપહરણ થયેલ બાળકને છોડાવી સગીર આરોપીની ધરપકડ કરી લીધી હતી. વેપારીના 7 વર્ષના પુત્રનું પાડોશી સગીરે અપહરણ કર્યું હતું. અપહરણ બાદ 30 લાખની ખંડણીની માંગ કરી હતી. જો કે આ મામલે બાળકના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે સર્ચ ઓપરેશન કરી બાળકને હેમખેમ છોડાવ્યો હતો. કણભા પોલીસે સગીર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.