વિજય રૂપાણીએ કહ્યું છે કે ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરવી જોઈએ અને તેને સ્વનિર્ભર બનાવવી જોઈએ.
મુખ્ય મંત્રીએ તેમના નિવાસસ્થાને રાજ્યની વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળના સંચાલકો સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં આવેલા ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને માલિકોએ પ્રતિ પશુ સબસિડી આપવા માટે વિજય રૂપાણીને વિનંતી કરી હતી.જોકે, તેમણે ગૌશાળાઓ અને પાંજરાપોળોને સ્વનિર્ભર બનાવવા સૂચન કર્યું હતું.રૂપાણીએ કહ્યું, “અંતે તો ઢોરવાડો તમારે જાતે જ ચલાવવાનો છે. જો સરકાર કે દાતા સહાય આપે એ તો એ સારી વાત છે, પરંતુ જો એ ન આપે તો તમારે ફરિયાદ ન કરવી જોઈએ, કેમ કે તમે પોતે આ કામ શરૂ કર્યું છે જો તમે ચલાવી શકો એમ જ ન હો તો તમારે શરૂ જ ન કરવું જોઈએ, સરકારે તમને એ શરૂ કરવાનું નથી કહ્યું.વિજય રૂપાણીએ કહ્યું કે આપણે ઢોરવાડાઓને સ્વનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએઆ બેઠકમાં ભાજપના ધારાસભ્ય નારાયણ પટેલે પણ ગૌશાળાઓ અને પાંજરાપોળોને સહાય માટે રજૂઆત કરી હતી.