*નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો*

વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.તે સમય દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ડેરીડેન સર્કલ પાસે કોઈ ક્રાઈમબ્રાન્ચનો પોલીસ કર્મચારી લારી ધારકોને પોતે ક્રાઈમબ્રાન્ચનો પોલીસવાળો હોવાનો રૂઆબ ઝાડી બોલાચાલી કરી રહ્યો છે.