ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો માટે તેમજ વનબંધુ કલ્યાણ યોજના અને ગ્રામ્ય પંચાયતોનો વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ ની સમજ અપાઇ.
પેસા એક્ટ કરવાનો 1996 અંગે નિવૃત સનદી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું.
નર્મદા જિલ્લામાં 13 જેટલી યોજનાઓમાં 4261 લાખ સરકારે ફાળવ્યા છે -કલેકટર કોઠારી.
નર્મદા ના વડામથક રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં આજે નર્મદા જિલ્લાના તમામ સરપંચોનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં નર્મદા ના તમામ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ રાજપીપળા ટાઉનહોલ ખાતે નર્મદા કલેકટર મનોજ કોઠારી ના અધ્યક્ષ સ્થાને તેમ જ પ્રયોજન વહીવટદાર આર.વી.બારીયા તથા નિવૃત્ત સનદી અધિકારી આર. જે.પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી સંમેલનને ખુલ્લું મુકાયું હતું. આ સેમિનારમાં ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો બાબતે વન બંધુ કલ્યાણ યોજના અને ગ્રામ પંચાયતનો વિકાસ માટે વિવિધ પ્રકારની યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું.
જેમાં સરકારની વન બંધુ કલ્યાણ યોજના ની ગામેગામ સરપંચોના માધ્યમથી લોકો સુધી પહોંચે અને લોકો તેનો લાભ લે તે માટે જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું જ્યારે પેસા એક્ટ 1996 અંગે નિવૃત સનદી અધિકારી આર.જે.પટેલ સરપંચોને માર્ગદર્શન આપી પોતાના ગામોમાં તેનો અમલ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સરપંચ પરિષદના જોન પ્રમુખ નિરંજન વસાવા તથા સરપંચોએ મહેમાનોનું સ્વાગત કરી વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાનો નર્મદામાં સરપંચ ના માધ્યમથી ગામેગામના યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડી જનતાને તેનો લાભ આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ સરપંચોને આહવાન કરતા જણાવ્યું હતું કે ગામનો વિકાસ સરપંચો થકી જ થઈ શકે છે તે માટે સરકારની યોજનાઓની માહિતી દરેક સરપંચ પાસે હોવી જોઈએ.નર્મદા જિલ્લામાં 13 જેટલી યોજનાઓમાં 4261 લાખ સરકારે ફાળવ્યા છે, જેમાં ગુજરાત પેટર્ન યોજનામાં 2395 લાખ, બોર્ડર વીમા યોજનામાં 294 લાખ, આદિમાં જૂથ યોજના માં 47 લાખ, શહેરી યોજનામાં 112 લાખ , ન્યુક્લિયર બજેટમાં 53 લાક, કલા કૈશલ્ય યોજનામાં 3 લાખ, નારી કેન્દ્ર માટે 5 લાખ, દૂધ સંજીવની યોજના માં 850 લાખ, જેવી યોજનો લાભ લેવા સરપંચોને માહિતગાર થવા અનુરોધ કર્યો હતો અને એક્ટિવેશન ડીસ્ટ્રીક નર્મદાનું પછાત પણ દૂર કરી આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે પછાત જિલ્લાને કાળે ટીલી દૂર કરી નર્મદાને વિકાસિત કરવા સરપંચ અનુરોધ કર્યો હતો. જ્યારે પ્રાયોજના વહીવટદાર આર.વી. બારીયાએ સરકારના હૈયે આદિવાસીઓનું હિત સમાયેલું છે, તેથી વનબંધુ કલ્યાણ યોજના ઓ થી આદિવાસી વિસ્તારોમાં લાભો મળતા થાય છે. અને આદિવાસીઓનું જીવન ધોરણ ઉંચું આવ્યું છે, તેમ જણાવ્યું હતું.