રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો.

રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ
દિવસ ઉજવાયો.

ભારતવર્ષને સદીઓ સુધી સ્વામીજીના વિચારો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે.

રાજપીપળા,તા૧૨

નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની
જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો હતો. જેમાં ગાહક પંચાયત નર્મદાના સંયોજક પ્રવીણસિંહ ગોહીલ,
સહસંયોજક એમપી ઋષી, અજીતસિંહ રાઠોડ, સદસ્ય દીપક જગતાપની ઉપસ્થિતીમાં સ્વામી વિવેકાનંદની
તસવીર સમક્ષ દીપ પ્રગટાવી તેમના વિચારોને અનુસરવા અનુરોધ કરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે
સમર્પણ દિવસ ઉજવ્યો હતો. જેમાં કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણની ભાવના ઉજાગર કરવાની
સ્વામીની વાતને સ્વીકારી આજના સમર્પણ દિવસે કાર્ય સફળતા માટે સમર્પણ કરવા અનુરોધ કરાયો હતો.
ભારતવર્ષને સદીઓ સુધી સ્વામીજીના વિચારો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે. ખાસ કરીને યુવાનોના
પ્રેરણાસ્ત્રોત એવા સ્વામીજીનું વાક્ય ઉઠા, જાગો અને ધ્યેય પુરુ ન થાય ત્યા સુધી મંડ્યા રહો નુ વિધાન યાદ કરાવી
યુવાનોને લક્ષ્ય સુધી પહોચવા અનુરોધ કરાયો હતો,

તસવીર-જયોતિ જગતાપ,રાજપીપળા