ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા ગાંધીનગરમાં 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે

*ઉત્તરાયણમાં ઇમરજન્સીને પહોંચી વળવા ગાંધીનગરમાં 13 જેટલી 108ની ટીમ સ્ટેન્ડબાય રહેશે..*

ગાંધીનગર જિલ્લા મા ઉત્તરાયણના તહેવાર ને લઈને ઉત્સાહ ભેર તૈયારી થઈ રહી છે ત્યારે સમગ્ર જિલ્લા મા ઇમરજન્સી ના બનાવ સામે અવિરત સેવા આપનારી ૧૦૮ ઇમરજન્સી સેવા મા કોઈ પણ જાત ની અસુવિધા ઊભી ના થાય તે માટે ૧૦૮ ઇમરજન્સી ના ૧૩ જેટલા વિવિધ સ્થળો પર ૭૦ જેટલા સ્ટાફ સાથે ૨૪ કલાક એમ્બ્યુલન્સ ને મેઈન હાઇવે પર સ્ટેન્ડબાય રાખવામાં આવશે,

ગાંધીનગર જિલ્લા ખાતે કુલ ૧૩ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે, કોરોના મહામારી હોય કે કોઈ પણ જાત ની ઇમરજન્સી ૨૪ કલાક લોકોને સેવા પૂરી પાડવા માટે તૈયાર છે.
ઉત્તરાયણ માં દોરી થી કપાવાનાં, ફોલ ડાઉન, રોડ અકસ્માત ના બનાવો તથા અન્ય મેડિકલ ઇમરજન્સી મા વધારો થતો હોય છે. આથી. ઇન્ફોસિટી, સેક્ટર ૧૭, સેક્ટર ૨૦, ચિલોડા, માણસા, રાંધેજા, મહુડી અડાલજ, કલોલ, ખાત્રજ સાથે બહિયલ, રખિયાલ અને દહેગામ જેટલા વિવિધ લોકેશન પર ૧૦૮ ઇમરજન્સી સેવા મેઈન હાઇવે પર ૨૪ કલાક ખડે પગે રહેશે, તેમ ગાંધીનગર જિલ્લા પ્રોગ્રામ મેનેજર સંદિપ ગઢવી તથા અક્ષય પંચાલ એ જણાવ્યું હતું.