લો કર લો બાત.. જબરું હો.. અમદાવાદના ફાયર સ્ટેશનમાંથી નવી નકોર શબ વાહીનીને જ ચોર ચોરી ગયા..
અમદાવાદ: ચોર કે તસ્કરો દ્વારા બાઇક, સ્કૂટર, કાર, ઘરેણાં ચોરી કરી જવું તો સાંભળતા જ આવ્યા છો. પરંતુ હવે આ તસ્કરો મૃત શરીર ને અંતિમ ધામ સુધી પહોંચાડનાર વાહન શબવાહીની ને પણ ચોરી કરવામાં બાકાત નથી રાખી. અમદાવાદ શહેરના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં તાજેતરમાં જ નવી શબવાહિની લાવવામાં આવી હતી. પરંતુ ગઈ કાલે રાત્રે 3 વાગ્યે આ શબવાહિની ને તસ્કરો ઉડાવી ગયા. આ સમગ્ર ઘટનાની આનંદ નગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે…