આમલેથા જિલ્લા પંચાયત સીટ માં આવતી પાંચ તાલુકા પંચાયત ની સીટો ની બેઠક યોજાઇ.

આમલેથા જિલ્લા પંચાયત સીટ માં આવતી પાંચ તાલુકા પંચાયત ની સીટો ની બેઠક યોજાઇ.
જુનાઘાટા ગામ ખાતે તેમજ આમલેથા,ઢોલારા, ઘાઘર,મોટી ભમરી ખાતે બેઠકોનો ધમધમતો દોર.
આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ટાણે ભાજપના કાર્યકરોમાં વિકાસના કામોની તથા ઇકો સેન્સીટીવ ઝોન અંગે ચર્ચા.
રાજપીપલા,તા.10
નર્મદા જિલ્લામાં આગામી તાલુકાની જિલ્લા પંચાયતની ચુંટણીને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.જેમાં વિવિધ પક્ષોની બેઠક નો ધમધમાટ શરૂ થયો છે.જેમાં આમલેથા જિલ્લા પંચાયત સીટમાં આવતી પાંચ તાલુકા પંચાયતની સીટો ની બેઠકો ભાજપ દ્વારા યોજાઇ હતી. જેમાં જુનાઘાટા ગામ ખાતે તેમજ આમલેથા, ઢોલાર. ઘાઘર,મોટીભમરી ખાતે બેઠકો યોજાઇ હતી. જેમાં સાંસદસભ્ય મનસુખભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહભાઈ ગોહિલ, ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ મહામંત્રી જયંતીભાઈ તડવી. નાંદોદ તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ, તેમજ આમલેથા જીલ્લા પંચાયતની પાંચ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના વડીલો આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ -બહેનો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકોમાં નાંદોદ તાલુકાની 18 બેઠકો કબજે કરવા સંગઠનની ચર્ચા,ઉપરાંત વિકાસના કામોની તથા ઈકો સેન્સીટીવ ઝોન અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા