ભાજપના ધારાસભ્યોની ડિપોઝીટ ડુલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. 50 સીટો પર વિજય મેળવવાની આશા રાખતી ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 સીટોથી સંતોષ માનવાનો વારો આવ્યો છે. પાર્ટીની હાર બાદ દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, અમે હારની સમીક્ષા કરીશું. તેમણે નફરતની રાજનીતિ ન કરતાં, સૌનો સાથ સૌનો વિકાસની વાત અમારો મંત્ર છે તેવી વાત કહી