1 જાન્યુઆરીથી બાળકો એ પણ કોવિન એપ્લિકેશન પર રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરવુ પડશે

એક તરફ સમગ્ર દેશ કોરોના અને ઓમિક્રોનની સામે લડી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના સામે લડવા માટે કોરોના રસીકરણ પૂરજોશમાં ચલાવી રહ્યું છે. ત્યારે હવે બાળકો માટે પણ જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ થશે. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ થઈ રહ્યું છે. બાળકોએ પણ કોવિન એપ્લિકેશન પર રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ અંગે નેશનલ હેલ્થ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.