હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર

મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને બોરનું મોળું મળે છે. પીવાનું પાણી અને પૈસા ખર્ચી મિનરલ વોટર પીવા મજબૂર બન્યા છે.દરમિયાન તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને પાણી પુરવઠા ગટર બોર્ડ યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે