પોઇચા ગામે એકના ડબલ પૈસા કરવાની લાલચે રૂ. 260000/- ની સનસનાટી ભરી લૂંટ ની ફરિયાદ.
જૂનાગઢના મહારાજ ચાદર માંથી પૈસા ખેંચી આપે છે એવી ફોન પણ લાલચ આપી ફરિયાદીને વાસદ થી 10 કિમી દૂર આવેલ વેરાખાડી ગામ ની મહીસાગર નદી કિનારે બોલાવી 2100 રૂ. અને પછી ફરીથી 21000/- ની નોટો કાઢી બતાવી વિશ્વાસમાં લીધા.
ત્યારબાદ પૂજા નર્મદા કિનારે બોલાવી પછી પૂજાપાનો ખર્ચ પેટે ફરિયાદી પાસેથી થેલામાં ભરી રૂ.2.60 લાખની સનસનાટીભરી લૂંટ કરી નાસી જતાં છેતરપિંડીની પોલીસ ફરિયાદ.
ફરિયાદ સાથે હથિયારધારી ઇસમોએ ઠગ મહારાજ સાથે ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકીનો બનાવ.
ઠગ ઇસમો નાણા લઈ પલાયન થઈ જતાં કુલ પાંચ ઇસમો સામે રાજપીપળા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ.
રાજપીપળા, તા. 8
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવતને સાર્થક કરતી ઘટના ની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં એકના ડબલ કરવાની લાલચે મહારાજ સાગરમાંથી પૈસા ખેતી આપે છે. અને પૈસા ડબલ કરી આપે છે.તેવી એવી ફોન પર લાલચ આપી મહેસાણા જિલ્લાના ભેસાણ ના પટેલવાસ ગામના એક ઇસમને ભોળવી વાસદ થી 10 કિમી દૂર આવેલ વેરખાડી ગામની મહીસાગર નદી કિનારે બોલાવી 10-10ની નોટો સાલ માં નાખી તેમાંથી 2100 રૂ. તથા બીજી વાર 21000/- કઢી આપી વિશ્વાસ લઈ ત્યારબાદ પછી પુજાપા ખર્ચ પેટે રૂ.260000/- થેલામાં ભરી ૨.૬૦ લાખની સનસનાટીભરી લૂંટ કરી નાસી જતા પાંચ જેટલા ઈસમો સામે છેતરપિંડીની રાજપીપળા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
જેમાં ફરિયાદી મનુભાઈ પરસોત્તમદાસ પટેલ (રહે,ભસાણા પટેલવાસ,મહેસાણા) એ આરોપી નસીબભાઈ નાથુભાઈ સિપાઈ( રહે અગોલ તા.કડી જી.મહેસાણા) મહારાજ,સ્વીફ્ટ ગાડી નંબર જીજે 02 સીપી 5471ના ડ્રાઇવર, ફોરવીલની ગાડીનો ડ્રાઈવર તથા તેની સાથે આવેલ ઈસમ સહિત પાંચ ઇસમો સામે રાજપીપળા પોલીસ માં ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત અનુસાર ફરિયાદની વિગત મુજબ ઠગ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી આરોપી નસીબ કે ફરિયાદી મનુભાઈ નો ટેલિફોનિક સંપર્ક કરી મનુભાઇને એક જૂનાગઢના મહારાજ કચ્છમાં ચાદર માંથી પૈસા ખેતી આપે છે. તેમ જણાવી તમારે પૈસા ડબલ કરવાના હોય તો હું આ મહારાજ ને સારી રીતે ઓળખું છું તેમ જણાવી લાલચ આપી વિશ્વાસમાં લીધેલ ત્યારે મનુભાઈ દ્વારા પૈસાની સગવડ થતા નસીબ માં જણાવેલ કે મહારાજ હાલ અજમેર ગયેલ છે.પરંતુ પોઇચા નિલકંઠ ધામ ના મહારાજ દ્વારા પણ ચાદર માંથી પૈસા ખેંચી આપે છે. તેમ જણાવી 15 દિવસ પહેલા નસીબભાઈ મનુભાઇને વાસદ થી 10-14 કિ.મી વહેરાખાડી ગામે આવેલ મહીસાગર નદી કિનારે લઇ ગયેલ ત્યાંથી ઢગ મહારાજ દ્વારા મનુભાઈ પાસે નોટ માંગતા તેઓએ રૂ.10- 10 ની નોટો આપેલ અને નજીકમાં રહેલી ઝાડનું પત્તું મંગાવેલ.અને તેઓના હાથ ઉપર સાલ નાખી મનુભાઇના હાથમાં સાલ નખાવી આ વિધિ કરતા કુલ રૂ.2100/- ની અલગ અલગ દરની નોટોની કરેલ છે. જે પૈસા મનુભાઈ નેઆપી દીધા અને ત્યાર પછી ફરીથી બીજી વાર રૂ.21000/- ની પૈસા ના દરની નોટો કાઢી આપી વિશ્વાસમાં લીધેલ.
ત્યાર બાદ આરોપી મહારાજ દ્વારા પૂજાપાનો ખર્ચો ૨૫ લાખ થાય છે પરંતુ પાંચ લાખમાં પણ ચાદર માંથી પૈસા ખેંચી આપીશ તેમ જણાવતા મનુભાઈ દ્વારા આટલી મોટી રકમ ન હોવાથી જે તે વખતેના નસીબભાઈ દ્વારા મનુભાઈ ને રોજેરોજ ટેલિફોનિક વાતચીત કરી મનુભાઈ દ્વારા રૂ.260000/- ની સગવડ થયેલાનું જણાવતા નસીબ ભાઈ દ્વારા બાકીના 240000 /- પોતે આપવાનું જણાવી મનુભાઈ તેના માણસો સાથે ઈકો ગાડીમાં તેમજ નસીબભાઈનો સ્વીફ્ટ ગાડી નંબર જીજે 02 સી પી 5471માં ડ્રાઇવર સાથે પોઇચા આવેલ.જ્યાં આરોપી મહારાજ દ્વારા નસીબભાઇને ફોન કરી સ્વામિનારાયણ મંદિરની પાછળ બોલાવી મહારાજ દ્વારા રૂપિયા માગતા મનુભાઈએ રૂ.260000/- આપેલા.પૈસા હાથમાં આવી જતાં તેમની સાથેના માણસોના મોબાઈલ સ્વીચ ઓફ કરાવી મનુભાઈની સાથે લૂંટ કરવાના ઇરાદે મંદિરથી આશરે એકાદ કિ.મી ના અંતરે એકાંત જગ્યામાં લઈ જઈ બેસાડી દીધેલ.
ત્યારબાદ મનુભાઈ પાસે થયેલો માંગી તેમાં મહારાજ પાસેના રૂમાલમાં બાંધેલો રૂપિયા થેલામાં મૂકી મહારાજ દ્વારા તેના મળતિયાઓ ને બોલાવી એક સફેદ કલરની ફોરવિલ ગાડી આવતા મહારાજ પૈસા ભરેલા થયેલો ગાડી તરફ લઈ દોડવા જતા મનુભાઇને શક જતાં તેઓની પાછળ દોડી પોતાનો થેલો મહારાજ પાસેથી લઈ લેતા ફોર વ્હીલ ગાડીનો ડ્રાઈવર તથા તેની સાથે બેસેલ બીજો ઈસમ હાથમાં પાઇપ લઈ ઉતરી આવેલ અને પાઇપ વડે મનુભાઈનો થેલો ઝૂંટવી લઈ અમારી પાછળ આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી,મનુભાઈ ના રૂ.260000/- ની સનસનાટી ભરી લૂંટ કરી નાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા