BREAKING NEWS ડૉ. સુભાષ ચંદ્ર રતિલાલ સોની રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક.

ગુજરાત સરકારના અધિક સચિવ તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માંથી તા.૩૧/૮/૨૦૨૦ના રોજ વયનિવૃત્ત થયેલા ડૉ.સુભાષ ભાઈ સોનીની ગુજરાતના નામ રાજ્યપાલશ્રીએ “રાજ્ય માહિતી કમિશનર તરીકે નિમણૂક કરી છે. આ અંગેની સત્તાવાર જાહેરનામું રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલ છે.

ગુજરાતના માન. રાજ્યપાલશ્રીએ તા.૨૧/૯/૨૦૨૦ના રોજ રાજભવન, ગાંધીનગર ખાતે ડો. સુભાષ ભાઈ સોની શપથ લેવડાવ્યા છે અને ડૉ. સુભાષભાઈ સોનીએ રાજ્ય માહિતી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.