રાજપીપળા,તા.2
રાજપીપળામાં હાલ કોરોના ના કેસો વધતા જતા હોય અને નગરમાં લોકો માસ્ક પહેરતા ન હોવાથી કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને શાકમાર્કેટ અને બજારમાં જાહેરમાં મારા વગર ફરતા લોકો સામે રાજપીપળાની સ્થાનિક પોલીસે લાલ આંખ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.રાજપીપળામાં રોજેરોજ કોરોના ના કેસો વધતા જતા હોવા છતાં લોકો કોવીડ 19 ના જાહેરનામાનું યોગ્ય રીતે પાલન કરતા ન હોવાથી રાજપીપળા ટાઉન પોલીસે નર્મદા જિલ્લા પોલીસ વડાએ શંકરસિંહના માર્ગદર્શન મુજબ મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ રાજપીપલા બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગમાં રાજપીપળા પોલીસ મથકના ઇન્ચાર્જ ટાઉન પીઆઇ જે.આર.ગામીત સહિતના સ્ટાફે પહેલે 9 વ્યક્તિઓ તેમજ બીજે દિવસે 4 મળી કુલ 13 વ્યક્તિઓને જાહેરનામું પાલન ન કરવા બદલ ઝડપી પાડી તેમની પાસે નવા નિયમો મુજબ વ્યક્તિ દીઠ 1000 રુપીયા લેખે 13 હજારનો દંડ વસુલ કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
રીપોટ : જયોતિ જગતાપ,રાજપીપળા