કોરોના રસી આવ્યા બાદ પણ જો હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં થાય તો ભારે પડી શકે છે. WHO
WHOએ એક એલર્ટ બહાર પાડતા કહ્યું કે, અત્યાર સુધીમાં દુનિયાના 41 દેશોમાં કોરોનાનો નવો ટ્રેન પહોંચી ગયો છે, ત્યારે કોરોનાની રસી આવ્યા બાદ પણ જો હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં થાય તો ભારે પડી શકે તેમ છે. WHOએ લોકોને સતર્કતા સાથે હેલ્થ પ્રોટોકોલનું કડકાઇથી પાલન કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે, કોરોનાનો નવો ટ્રેન 70% વધુ ચેપી હોવાના કારણે જોખમી બન્યો છે. ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસની સંખ્યા હવે 71 પર પહોંચી ગઈ છે.