જામનગરની નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ. થયો ખુલાસો.

*જામનગરની નિશાએ જાતે જ પોતાના પર કરાવ્યું હતું ફાયરિંગ. થયો ખુલાસો.*

જીએનએ જામનગર: જામખંભાળીયામાં નિશા ગોંડલિયા ઉપર થયેલા ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં નિશા ગોંડલિયા જાતે જ ફાયરિંગ કરાવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ATSએ બે આરોપીની ધરપકડ કરી છે. ATSની તપાસમાં સામે આવ્યું છે કે નિશાએ જ કાવતરું ઘડીને જયેશ પટેલ અને યક્ષાપલ જાડેજાને ફસાવવા માટે પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું.