તું અજવાળું મારા કુળનું દીકરી થાય દૂર અંધારું તું આવે દીકરી *કવિ:-જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”*

*”દીકરી”અજવાળું કુળનું”*
તું અજવાળું મારા કુળનું દીકરી,
થાય દૂર અંધારું તું આવે દીકરી.
ચાલતી પાપા પગલી તું દીકરી,
ઝાંઝર છનકાતી આવે તું દીકરી…
તું અજવાળું મારા કુળનું દીકરી,
થાય દૂર અંધારું તું આવે દીકરી.
આંખ મારી સુરજ તારા તું દીકરી,
હસતી રમતી આંગણમા દીકરી,
કંકુ પગલિયાં કરતી તું દીકરી,
મરક મરક હસી તું ફૂલડાં વેરતી.
તું અજવાળું મારા કુળનું દીકરી,
થાય દૂર અંધારું તું આવે દીકરી.
તું હેમ ચંદનનો હાર મારી દીકરી,
તું છે જીવન આધાર મારી દીકરી,
તું મીઠા સરવરનું નીર મારી દીકરી,
તું લક્ષ્મીનો અવતાર મારી દીકરી…
તું અજવાળું મારા કુળનું દીકરી,
થાય દૂર અંધારું તું આવે દીકરી.
જગમાં જડે નહીં હેત તારું દીકરી,
વ્હાલનો દરિયો તું છે મારી દીકરી,
રેજે ભેળી સાતે ભવ મારી દીકરી,
જય કહે પ્રભુ દેજો રૂપાળી દીકરી.
તું અજવાળું મારા કુળનું દીકરી થાય દૂર અંધારું તું આવે દીકરી *કવિ:-જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”*