તિલકવાડા તાલુકાના વોરા ગામની ચોકડી આગળ મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો.

તિલકવાડા તાલુકાના વોરા ગામની ચોકડી આગળ મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતો આરોપી ઝડપાયો.
કંતાનના કોથળામાં ભરેલા ઇંગ્લિશ દારૂ તથા બિયર તથા મોબાઇલ સહિત રૂ.72700/-. ના મુદ્દામાલ ઝડપાયો.
રાજપીપલા,તા.6
તિલકવાડા તાલુકાના વોરા ગામની ચોકડી આગળ મોટરસાઈકલ પર દારૂની હેરાફેરી કરતો આરોપીને પોલીસે ઝડપી પાડી કંતાનના કોથળામાં ભરી ઇંગ્લિશ દારૂ તથા બિયર તથા મોબાઇલ સહિત રૂ.72700 /- ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.આ અંગે તિલકવાડા પોલીસ મથકે ફરિયાદી જીતેન્દ્રભાઈ જવાહરભાઈ તિલકવાડા પોલીસ આરોપી કિરીટભાઈ કરસનભાઈ ડુ.ભીલ વોન્ટેડ આરોપી પાયલોટ કરનાર ગિરીશભાઈ લાલજીભાઈ ડુ.ભીલ બન્ને (રહે,વાડીયા તા. નસવાડી જિ. છોટાઉદેપુર) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી કિરીટભાઈ એ પોતાના કબજાની બજાજ પલ્સર કંપનીની મોટરસાયકલ નંબર જીજે 06 એક્યુ 8172 ની કિં. રૂ. 35000/- ની ઉપર એક કંતાનના કોથળામાં 750 મીલીના ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકની બોટલ નંગ 56 કિંમત રૂ.16800/- તેમજ બીજા કંતાનના કોથળામાં 500 મીલીના ભારતીય બનાવટની બિયર ટીન નંગ 179 કિં. રૂ.17900/- લઈ જતા તથા અંગજડતી માંથી એક વિવો કંપનીનો મોબાઇલ ફોનની કિં.રૂ. 3000 /- ની મળી કુલ કિં. રૂ. 72,7000/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ તેમજ આરોપી ગીરીશભાઈ પાયલોટિંગ કરી આગળ નીકળી જતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા