*ગુજરાતમાં શાળા-કોલેજો બંધની ફેક એડવાઈઝરી વાઈરલ*

કોરોના વાઈરસના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શકયતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉતરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર,પંજાબ અને છત્તીગઢમાં સ્કૂલો-કોલેજો બંધ કરવાની એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જો કે આ અહેવાલ પહેલા આ રાજ્યોમાં ગુજરાત પણ સામેલ હોવાની ફેક એડવાઈઝરી વાઈરલ થઈ હતી. ત્યાર બાદ અનેક મીડિયાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ સ્વરૂપે ચલાવ્યા હતા આ ફેક એડવાઈઝરી વાઈરલ થયા બાદ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવીએ પણ આ વાતનું ખંડન કરી જણાવ્યું હતું કે એડવાઈઝરીમાં ગુજરાતનું નામ નથી