*ચીને કોર્ટમાંથી કોરોના વાયરસ પીડિત મારવાની માગી મંજૂરી આ અફવાને ખોટી જ માનવામાં આવી રહી છે*

ચીનની સરકારે ગુરુવારે કોરોના વાયરસને લઈને સુપ્રિમ પીપુલ્સ કોર્ટમાં અરજી કરી હતી કે, જેમાં આ વાયરસથી પીડિત 20 હજાર દર્દીઓને સામુહિક મારવાની મંજૂરી માંગી છે? સોશિયલ મીડિયા પર આ સંબંધમાં ખૂબ જ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જો કે, સોશિયલ મીડિયા પર તે પણ પ્રસારિત થઈ રહ્યું છે કે, ચીનમાં પહેલાથી જ કોરોના વાયરસથી પીડિત 25 હજાર લોકોની મોત થઈ ચૂકી છે અને ચીન આ હકીકતને છુપાવી રહ્યું છે.
5 ફેબ્રુઆરી 2020ના રોજ એબી-ટીસી એટલે કે, સિટી ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો છે કે, ચીની પ્રશાસન કોરોના વાયરસથી પીડિત 3 હજાર લોકોની સામૂહિક હત્યા કરવા માટે અદાલત પાસે મંજૂરી મેળવવાની તૈયારી કરી રહ્યું છે. સાથે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસથી અન્ય લોકોને રોગી બનતા બચાવવા જોઈએ. ચીની અધિકારીઓ પણ આ માટે સુપ્રિમ કોર્ટની શરણમાં આવ્યું છે, પરંતુ જો આ વેબસાઈટની વિશ્વસનીયતા પર જશું તો, આ વેબસાઈટનો ઈતિહાસ ખોટી જાણકારી ફેલાવવાનો હોવાથી આ અફવાને ખોટી જ માનવામાં આવી રહી છે.