*નૌસેનાની તાકાત વધારવા આવી રહી છે સ્વદેશી હાઈટેક ક્રૂઝ મિસાઈલ*

લખનૌ: નેવીમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી ક્ષમતા અને સમુદ્ર ખતરાને જોતા ભારત પણ તેની તાકત વધારવા માટે નવી હાઈટેક ક્રૂઝ મિસાઈલ બનાવી રહ્યું છે. લગભગ એક હજાર કિલોમીટર સુધીની દરિયાઈ સપાટી પરથી જમીન સ્તર પર હુમલો કરવામાં સક્ષમ આ ક્રૂઝ મિસાઈલને બ્રહ્મોસના લોન્ચર વડે છોડી શકાશે. આ મિસાઈલની રેન્જ સમગ્ર પાકિસ્તાન અને ભારતની સરહદ સાથે જોડાયેલા ચીનના મુખ્ય વિસ્તારોને આવરી લે એટલી છે. આ મિસાઈલ સબસોનિક સ્પીડથી ઉડાન ભરવામાં સક્ષમ છે