*ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર*

નવી દિલ્હી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે વાજબી ગણાવ્યો છે અને કહ્યું કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાના અધિકારના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે મેલી રમત રમાતી હતી.
પ્રસાદે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સુવિધાના મામલે નિયમિત સ્તરે સમીક્ષા કરવામાં આવશે.