ગુજરાતમાં કોંગ્રેસ ખત્મ થઇ ગઈ અને ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે. – અરવિંદ કેજરીવાલ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક ફિટ કરવામાં આવ્યું છે. જેમાં તેમને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ ખત્મ થઇ ગઈ છે અને ભાજપના શાસનથી લોકો ત્રાહિમામ પોકારી ગયાનું જણાવ્યું છે. તેમણે લખ્યું હતું કે, ગુજરાતના લોકો ભાજપ શાસનથી કંટાળી ગયા છે. કોંગ્રેસ ખત્મ થઇ ગઈ છે. દિલ્હીમાં થયેલી ‘આપ’ સરકારની સરાહનીય કામગીરીથી ગુજરાતના લોકો જ પ્રભાવિત થયા છે. અને આમ આદમી પાર્ટી પાસે અનેક આશાઓથી જોઈ રહ્યા છે.”