નાંદોદ ધારાસભ્ય પીડી વસાવાની આગેવાનીમા રાજપીપળા ખાતે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા બાબતે નર્મદા
કલેક્ટરને નર્મદા કોંગ્રેસનુ આવેદન આપ્યું.
ઇિકો સેન્ટિટિવ ઝોનમાં ગુરુડેશ્વર તાલુકાના ૧૨ ગામ, નાંદોદ ના ૨૪ ગામ, દેડીયાપાડાના ૭૨ ગામ અને
સાગબારાના ૧૨ આદીવાસી ગામો મળી કુલ ૧૨૧ ગામોની જમીનો કુલ વિસ્તાર ૫૪૫ ચો.કિમી એટલે કે
આશરે ૧૫૦૦૦૦ એકર જમીનનો પ્રશ્ન છે.
ઇકોસેન્સિટિવ ઝોન ના જાહેર
નામોને જાહેર કરેલા ગામોના નામો નમુના નં. ૬ મા હક્ક ફેરફારની નોંધ પાડી
છે.તેને સત્વરે રદ કરો
રાજપીપળા,તા૩૧
છેલ્લા કેટલાક વખતથી નર્મદામાં ૧૨૧ ગામોની ઇકો સેન્સટીવ ઝોનમાં સમાવાતા બીટીપી,ભાજપાએ વિરોધ
નોંધાવ્યા બાદ હવે નર્મદા કોગ્રેસે પણ વિરોધ પ્રગટકર્યો છે.આજે નાંદોદ ધારાસભ્ય પીડી વસાવાની આગેવાનીમાં
રાજપીપળા ખાતે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા બાબતે નર્મદા કલેકટરને નર્મદા કોંગ્રેસે આવેદનપત્ર આપ્ય
હતુ.જેમા નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા ઉપરાંત પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દુવાદ,
કાર્યકારી પ્રમુક નીકુંજ પટેલ સહીત કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહી ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની
માંગણી સાથે કલેટકરને આવેદન આપી વિરોધ પ્રગટ કર્યો હતો.
જેમા જણાવ્યુ હતુ કે ભારતીય બંધારણના કાયદા અનુસાર શુલપાણેશ્વર અભ્યારણ જાહેર કરેલ ઈકોસેસિટીવ
ઝોન તેમજ આ વિસ્તારની આદીવાસી પ્રજા પાચ(૫) મી અનુસુચિમાં આવે છે. એ સંદર્ભે આદીવાસી પ્રજાના રક્ષણ
કરવાની મુખ્ય જવાબદારી ભારત સરકાર રાજ્ય સરકારની બની રહે છે. ઇકો સેન્ટિટિવ ઝોનમાં ગુરુડેશ્વર
તાલુકાના ૧૨ ગામ, નાંદોદ ના ૨૪ ગામ, દેડીયાપાડાના ૭૨ ગામ અને સાગબારા ના ૧૨ આદીવાસી ગામો
મળી કુલ ૨૧ ગામોનો સમાવેશકે છે. આ તમામ ગામોની જમીનો કુલ વિસ્તાર ૫૪૫ ચો.કિમી એટલે કે આશરે
૧૫૦૦૦૦ એકર જમીન થવા જાય છે. આદીવસીઓની આટલી વિશાળ જળજગંલ, જમીન પરનો અધિકાર આપ
પર્યટન યોજના માટે લેવા શા માટે ઉતાવળ થયા છો ?
અમે અમારા બંધારણીય પ્રાપ્ત અધિકારોનું જતન કરવા માગીએ છીએ. ઇકોસેન્સિટિવ ઝોનના જાહેર નામોને
જાહેર કરેલા ગામોના નામો નમુના નં. ૬ મા હક્ક ફેરફારની નોંધ પાડી છે. તેને સત્વરે રદ કરો અને કેન્દ્ર સરકારે
તૈયાર કરેલા જાહેરનામાનો અમે નર્મદા જીલ્લાના આદીવાસીઓ વિરોધ કરીએ છીએ. અને આ કાયદાને
આદીવાસીઓને અન્યાય કરનારો ગણાવીજે ગામોના નમૂના નં. ૬ માં હક્ક ફેરફારની કાચી નોંધ પાડી છે તેને
તાત્કાલીક ધોરણે રદ કરવાની માંગ કરી હતી.
તસવીર:જયોતિ જગતાપ,રાજપીપલા