નાંદોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.

દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું.
એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના આદિવાસી વિસ્તારમાં સિકલસેલના દર્દીઓ માટે સારવાર સુવિધાઓ ખાસ નથી !
આદિવાસી વિસ્તારમાં સિકલસેલની બીમારી એ એક આદિવાસીનો ભોગ લેતા આદિવાસી સમાજમાં ચિંતાનો વિષય.

નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે જેમાં બહુધા આદિવાસી સમાજની વસ્તી છે, આ જીલ્લામાં ખાસ કરીને આદિવાસી ઓમાં સિકલસેલની બીમારી વિશેષ જોવા મળે છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે એસ્પિરેશનલ ડીસ્ટ્રીક નર્મદાના આદિવાસી વિસ્તારમાં સિલકસેલના દર્દીઓ માટે સારવાર સુવિધાઓ ખાસ નથી ! જેના કારણે નર્મદાના એક આદિવાસીની સિકલસેલની બીમારીને કારણે મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર ભુછાડ ગામના ટેકરી ફળિયાના પ્રદીપભાઈ દલસુખભાઈ વસાવા એ સિકલસેલની બીમારી હોવાથી પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ કસ્તુરબા હોસ્પિટલ ઝઘડિયા વધુ સારવાર માટે દાખલ કર્યા હતા, ત્યાં તેમની તબિયત વધુ બગડતા વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે 25 /12 /2020 ના રોજ રિફર કર્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આદિવાસી વિસ્તાર માનસિક બીમારી એક આદિવાસી નો ભોગ લેતા આદિવાસી સમાજમાં ચિંતાનો વિષય બન્યો છે.એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ નર્મદા જિલ્લામાં સિલકસેલ માટે ખાસ હોસ્પિટલ, તબીબી સ્ટાફ અને પૂરતી દવાઓ સાથે સારવાર કરવાની પણ માંગ ઉઠી છે.