ખેડૂત આંદોલન અને માવઠાના કારણે નર્મદાના ખેડૂતોનો માલ બહાર વેચાણ અર્થે ના જઈ શકતા માલનો ભરાવો,બગડતો પાક.

રાજપીપળાના બજારમાં ખુલ્લા ટેમ્પામાં માલિકને જાતે 10.રૂ. કિલો તરબૂચ વેચવાની મજબૂરી.
શિયાળામાં 10 રૂ. કિલો તરબૂચ પણ પૂરાં ન વેચાતા ખેડૂતોની હાલત બગડી અન્ય પાકોમાં જીવાત પડી જતા પાકને ભારે નુકસાન.
રાજપીપળા,તા. 15
છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેને કારણે નર્મદા નો ખેતીનો માલ બહાર જઈ શકતો નથી. અને બીજા રાજ્યોમાંથી માલ નર્મદામાં આવી શકતો નથી, તેથી નર્મદાના ખેડૂતોના પકડાયેલા કેળા, પપૈયા, તરબૂચ સહિતના ફળો-શાકભાજી બહાર જઇ શકતા ન હોવાથી માલનો ભરાવો થઈ જવાથી તેમજ માલ પડ્યો પડ્યો બગડી જતો હોવાથી ખેડૂતો સસ્તા ભાવે માલ વેચી દેવાની ફરજ પડી છે.એટલું જ નહીં માવઠાના કારણે પણ માલ બગડ્યો છે.કપાસ, તુવેર પાકને નુકસાન થયું છે.જીવાતો પડી ગઈ છે.આમ ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.
હાલ રાજપીપળાના બજારમાં ખુલ્લા ટેમ્પામાં માલિકને જાતે 10 રૂ. કિલો તરબૂચ વેચવાની ફરજ પડી છે. માલિકનું જ કહેવું છે કે તરબૂચનો પાક તૈયાર છે.પણ માલ બહાર જઈ શકતો નથી. અહીના સ્થાનિક વેપારીઓએ નો લાભ ઉઠાવી સારા ભાવ આપતા નથી.તેથી જાતે જ ટેમ્પામાં માલ ભરીને વેચી દઈ છીએ.10.રૂપિયા કિલોના સસ્તા ભાવે તરબૂચ કાઢી નાખ્યા છે.નફો ના થાય તો કંઈ નહીં પણ મુદલ મળે તો પણ ઘણું છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા