*સુરતમાં પર્દાફાશ આયુર્વેદિક ઔષધીના નામે ચાલતા નશીલા પદાર્થના વેપલાનો*

સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી ગોળીઓનું વેચાણ કરતા બે દુકાનદારને ત્યાં પોલીસે છાપો માર્યો હતો અને મોટી માત્રામાં નશીલા પ્રદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગોળીઓનું વેચાણ કરીયાણા સ્ટોર્સ પર ચોકલેટ જેવા રેપરમાં કરવામાં આવે છે. આ રેપર પર તરંગ વિજયાવટી આયુર્વેદિક ઔષધી લખેલું જોવા મળે છે. એસઓજીની ટીમે 87 કિલો વજનની નશીલી ગોળી સહિત 5.20 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.