નર્મદા જિલ્લામાં 31 મી ડિસેમ્બર ને લઈને નર્મદા પોલીસનું સઘન ચેકીંગ.

નર્મદા જિલ્લામાં 31 મી ડિસેમ્બર ને લઈને નર્મદા પોલીસનું સઘન ચેકીંગ.
નર્મદાની એલસીબી,એસઓજી પોલીસે રાત્રે પેટ્રોલીંગ વધાર્યું.
કરફ્યુ મુક્ત કેવડિયામાં નવ વર્ષના વધામણા કરવા લોકોનો થનગનાટ.
નર્મદામાં 31મી ડિસેમ્બરની પાર્ટીનું આયોજન સાદગી પૂર્ણ કરાશે.
રાજપીપળા,તા.27
31મી ડિસેમ્બર ને પગલે નર્મદા જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.પણ કોવીડ 19 ની ગાઈડ લાઈન પ્રમાણે લોકો સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરશે. લોકો ઘરોમાં જ રહીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરવાનું વધારે પસંદ કરશે. બીજી તરફ નર્મદા જિલ્લાના 31મી ડિસેમ્બર ને લઈને નર્મદા પોલીસ સઘન ચેકિંગ કરશે નર્મદાની એલસીબી, એસઓજી પોલીસે રાત્રી પેટ્રોલીંગ વધારી દીધું છે.
નર્મદા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની ઘુષણખોરી થવાથી સંભાવનાઓને લઈને જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહની સૂચનાઓને પગલે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર પોલીસનું સઘન પેટ્રોલિંગ થઈ રહ્યું છે. નર્મદાની એલસીબી, એસઓજી પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ પણ સગવડ બનાવ્યું છે. નર્મદા જિલ્લા પોલીસવડા હિંમકરસિંહ વધુમાં જણાવ્યું હતું કે 31મી ડિસેમ્બરની ઉજવણી કરવાની પરમિશન કોઈએ અત્યાર સુધી માંગી નથી. પણ મોટી સંખ્યામાં કોઈ વ્યક્તિઓ ઉપસ્થિત નહીં થઈ શકે,ઉજવણી સ્થળની જગ્યાની ક્ષમતાના 50% જેટલી સંખ્યામાં જ વ્યક્તિઓ હાજર રહી શકશે.
31 મી ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બીજા સ્થળો,હોટલ હાઉસફુલ થઈ ગયા છે. જંગલ સફારીના સ્લોટ હટાવી દેવામાં આવ્યા છે. ગ્લો ગાર્ડન 10 વાગ્યા સુધી રાત્રિના ખુલ્લું રાખવામાં આવે છે. 8 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખુલ્લું રહે છે. ત્યારે આ વિસ્તારમાં કરફ્યુની ચિંતા નથી. એટલે શહેરી વિસ્તારના લોકો કેવડીયા આવવાનો સૌથી વધુ પસંદ કરે છે. એટલે કેવડિયાના વિસ્તારોની હોટલ , ટેન્ટ સિટી 80 ટકા બુક થઈ ગઈ છે.
આ વર્ષે 31 મી ડિસેમ્બરના રોજ પાર્ટી કે ઉજવણીનું આયોજન પરવાનગી સિવાય નહીં કરી શકાય.આ સાથે ફાર્મ હાઉસ કે વીકેન્ડ હાઉસ નામે ચાલતી પાર્ટીઓ ઉપર પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. પોલીસ દ્વારા કોરોનાવાયરસ વકરે નહીં અને ઉજવણીના નામે કોઈ ઘેલા ના બને તે માટેની તમામ તકેદારી ભરી રહી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા