નર્મદા ભાજપ દ્વારા દરેક બુથ પર દરેક સભ્યને પ્રમુખ અને સભ્યો બનાવવાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ જીતવા ભાજપ નો નવતર પ્રયોગ.
પ્રદેશ પ્રમુખ જાતે પેજ પ્રમુખ બન્યા પછી પેજ પ્રમુખનું મહત્વ વધતા પેજ પ્રમુખ બનાવવાની નર્મદામાં પણ હોડ.
સૌપ્રથમ બુથ ની યાદી તાલુકામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા નાવરા -2 ની યાદી તૈયાર કરવામાં આવી.
મીડિયા સેલ નર્મદા ના પ્રમુખ આશિષભાઈ પટેલે ઉમરવા 108 /109 ની યાદી તૈયાર કરી, જિલ્લા પ્રમુખને સુપ્રત કરી.
રાજપીપળા,તા.27
આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ગત વખતે ગરુડેશ્વર તાલુકા પંચાયત સિવાય તમામ પંચાયત એ ભાજપે ગુમાવી હતી.હવે આ તાલુકા જિલ્લા પંચાયત જીતવા આ વખતે ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયું છે.ત્યારે હાલમાં જ અનુભવી એવા સહકારી આગેવાન ઘનશ્યામ પટેલને જિલ્લા પ્રમુખ ની મહત્વની જવાબદારી સોંપાઈ છે.ત્યારે ઘનશ્યામભાઈ પટેલ માટે આગામી ચૂંટણીઓમાં ભાજપને જીતાડવા નો પ્રશ્ન પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.ત્યારે હાલ ભાજપ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રાજકીય વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે.જેમાં કોંગ્રેસ અને બ્યુટીના આગેવાનોને પગનો છેડો ફાડી ભાજપમાં પ્રવેશ અપનાવ્યો છે. ત્યારે હવે આગામી ચૂંટણીઓમાં બુધના દરેક મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ પેજ પ્રમુખ દ્વારા શરૂ કરાયો છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જાતે પેજ પ્રમુખ બન્યા છે.પેજ પ્રમુખનું મહત્વનું વધતા પેજ પ્રમુખ બનવાની નર્મદામાં પણ હોડ છે.
ભાજપના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા પેજ પ્રમુખની નિમણૂક કરી સંગઠનને મજબૂત કરવા કવાયત કરવામાં આવી છે.જે અંતર્ગત સમગ્ર જિલ્લામાં મુજબ તે જ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.અને તમામને તેમના ની યાદી તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે.જેમાં નર્મદા ભાજપ દ્વારા દરેક બુધ પર દરેક સભ્યને પેજ પ્રમુખ અને સભ્યો બનાવી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગ જીતવા ભાજપ નવતર પ્રયોગ અજમાવ્યો છે.જેમાં સૌ પ્રથમ બુનિયાદી તાલુકામાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા નાવરા 2 ની યાદી તૈયાર કરી દેવામાં આવી છે.જ્યારે મીડિયા સેલ નર્મદા ના પ્રમુખ આશિષભાઈ પટેલ ઉમરવા 108/109 ની બુથ યાદી તૈયાર કરી જિલ્લા પ્રમુખ ને સુપ્રત કરી હતી. હાલ નર્મદામાં પેજ પ્રમુખ અને સભ્યો ની યાદી બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેમાં દરેક સભ્યને પેજ પ્રમુખ સાથે ટીમવર્ક દ્વારા બુધ પર પહોંચી દરેક મતદારો સુધી પહોંચવા ભાજપના તનતોડ પ્રયાસો કરી રહ્યું છે. હવે એમાં કેટલી સફળતા મળે એ તો હવે સમય જ બતાવશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા