MP સરકારે કેબિનેટમાં લવ જેહાદ કાયદાને આપી મંજૂરી, હવે ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020′ લવાશે વિધાનસભામાં
લવ જેહાદ વિરુદ્ધ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020’ને મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. 28 ડિસેમ્બરથી વિધાનસભામાં શરૂ થતા શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિક બિલમાં અધિનિયમના ભંગ બદલ 10 વર્ષની જેલની સજા અને 50 હજાર દંડની જોગવાઈ કરાઈ છે. સાથે જ ગુનો બિનજામીનપાત્ર રહેશે.