અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો

અમદાવાદ સીપી ઓફિસમાં મંગલમ કેન્ટીનનો સીપી દ્વારા શુભારંભ કરાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફીસ ખાતે શહેર કમિશનર જી એસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે શહેર પોલીસ કમિશ્નર જી એસ મલિકના હસ્તે મંગલમ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો. સખી મંડળ ની આત્મનિર્ભરતા અને પ્રગતિના પ્રતીક સમા ગણાતી આ કેન્ટીન સખી મંડળ ની બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુ સાથે શરૂ કરવામાં આવી છે. સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત આ કેન્ટીનમાં મંડળની બહેનો દ્વારા સ્વાસ્થ્યપ્રદ, સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન પીરસવામાં આવશે. આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બનશે. આ પ્રસંગે પોલીસ ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત લાઈવ ફૂડ પ્રમોશન પ્રાઇવેટ કંપની ગ્રામ વિકાસની સખી મંડળની બહેનો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *