82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.

*82વર્ષના જીવણલાલે કોરોનાને હંફાવી દીધો એટલે એક વાત નક્કી કે મજબૂત મનના માણસનું કોરોના પણ કંઈ બગાડી શકતો નથી.*
ખૂબ આનંદની વાત એ છે કે, ગવર્નમેન્ટ પોલીટેકનીકના મારા એક સહ-કાર્યકર પ્રો.મનીષ દેસાઈના 82 વર્ષના પિતાશ્રી *જીવણલાલની જીવનલીલાને કોરોના ડિસ્ટર્બ ના કરી શકયો*. દશેક વર્ષ પહેલાં જીવનસાથી ગુમાવ્યા બાદ જીવણલાલ આમ તો એકલાં પડી ગયા હતા. એવામાં વળી, એમને હાર્ટએટેક આવતાં બે સ્ટેન્ટ મુકાવીને જીવન ટકાવી રાખ્યું હતું.
થોડાં મહિના પહેલાં દાંતોની તકલીફ થતાં જીવણલાલ આશરે એક મહિનાથી પૂરતો ખોરાક લઈ શકતા ન હતા. એવામાં વળી ભારે અશકિત વચ્ચે એમને ડાયેરિયા થઈ જતાં તેઓ એકદમ પથારીવશ થઈ ગયા સાથે એક અઠવાડિયા પહેલાં સતત હેડકી આવવી શરૂ થઈ ગઈ. તપાસ કરાવતાં ડોક્ટરે કોરોના ટેસ્ટ કરાવડાવ્યો જે પોઝિટિવ આવ્યો અને ઓક્સિજન લેવલ 85. સારવાર માટે માંડમાંડ હોસ્પિટલ મળી અને ટ્રીટમેન્ટ શરૂ થઈ. એકતરફ 82ની ઉમર, હાર્ટએટેકના દર્દી, અશકિત અને ઉપરથી કાતિલ કોરોના. બચવાની કોઈ આશા ન હતી.
એવામાં વળી તેમના દીકરાના સાસુ, કુટુંબી મોટા સાળા, સાળી અને સગા સાળા અને સાળાવેલી (સાળાની પત્ની)ને પણ કોરોનાને લીધે દાખલ કર્યા. દરમ્યાનમાં કોરોનાએ એક પછી એકનો ભોગ લેવાનું શરૂ કર્યું. પહેલાં દીકરાના એક કુટુંબી સાળી, પછી સાસુ(વેવાણ), કુટુંબી સાળા અને પછી સાળાવેલી(ઉ.47).
આમછતાં જરાય હિંમત હાર્યા વગર, નેગેટિવ વિચારોને મગજ પર લીધા વિના તેમણે પ્રાણાયામ અને “હું સ્વસ્થ છું, મને કાંઈ નહી થાય” એવા પોઝિટિવ વિચાર સાથે 10 દિવસ સુધી કોરોના સામે ઝઝૂમ્યાં અને અંતે 95 ઓક્સિજન લેવલ લાવી હોસ્પિટલમાંથી ઘરે આવ્યા.
હું તો પ્રાર્થના કરૂં કે આપણાં દુશ્મનનેય કોરોના ના થાય. પણ જો તમારા કોઈ પરિચિતને થાય તો *એમને કોરોનાનો ડર ન લાગે એવું તમારે કરવાનું છે*. કારણ કે, લોકો ડરથી જ પડી ભાંગે છે. અને એને કારણે ઇમ્યુનિટી ડાઉન થાય છે.
એનાં બદલે એમને એવો મેસેજ આપતાં રહો, કે *કોરોના કંઈ કરતો નથી, ખાલી થકવી ને હેરાન કરે છે. બસ થોડા દિવસ સખત થાક લાગશે, અશકિત લાગશે.* પણ અઠવાડિયા પહેલાં બધું સારૂં થઈ જશે…

You think Positive and let the patient think positive.