નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક પર નહીં.
સીતારામને એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટમાં સૂચવાયેલા નવા ટેક્સ નિયમ અંગે અધિકારીઓ ગૂંચવણમાં પડી જાય એવું હું ઈચ્છતી નથી.નાણાં ખરડા 2020માં દર્શાવેલી જોગવાઈ, જેનો વિવાદ થયો છે, એમાં જણાવાયું હતું કે જે કોઈ ભારતીય નાગરિક, કે જેની આવક પર બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં વેરો વસૂલાતો નથી, તેઓ ભારતીય રહેવાસી ગણાશે. વર્તમાન કાયદા અનુસાર, ભારતીય રહેવાસીની દુનિયાભરમાંની આવક પર ભારતમાં ટેક્સ લાગુ કરવામાં આવશે.