આપણો દેશ પાછળ કેમ છે ?
આપણો દેશ પછાત કેમ છે ?
આપણા દેશ માં ગુન્હા, રેપ, હત્યાઓ, કોભાંડો કેમ વધુ થાય છે ???
કેમ કે અમુક ગણ્યા ગાઠ્યા ધુતારાઓ દેશ ને 4 હાથે લૂટે છે અને બાકી ની 130 કરોડ ની જનતા હોંશે હોંશે લુટાય પણ છે…
કારણ ???
જ્ઞાન અને ભણતર નો અભાવ…
જો જનતા ભણેલી અને જ્ઞાની હશે તો આવા ધુતારાઓ એમને શું છેતરી શકશે ???
આપણે ત્યાં બાળકોને ભણવામાં પુસ્તક માં જે આવે છે એના કરતાં વિરુધ્ધ જ માબાપ અને પાખંડી ધર્મગુરુઓ સમજાવે છે અને કહે છે…
એક બાળક ના ઘેર એના ધાર્મિક અંધભક્ત માબાપે એક યજ્ઞ કર્યો હતો તો એ યજ્ઞ કરવા આવેલા ધર્મગુરુએ કહ્યું હતું કે ગંગા શિવજી ની જટા
માથી નીકળે છે અને બાળકે તો પુસ્તક માં એવું વાંચ્યું હતું કે ગંગા હિમાલય ના ગંગોત્રી ગ્લેસિયર માથી નીકળે છે એટ્લે એણે ચોખવટ કરવા પૂછ્યું તો પેલા ધર્મગુરુ અને ખુદ એના માબાપે પણ કહ્યું કે તું હજુ નાનો છો બેસી જા અને ગુરુજી કહે એ જ સાચું હોય…
મિત્રો આજે પણ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે મોટાભાગ ના આવા ધર્મગુરુ અને માબાપ કહેતા હોય છે કે પૃથ્વી શેષનાગ ના ફેણ ઉપર છે અને એ પડખું ફેરવે એટ્લે ભૂકંપ આવે…અને બાળકો એ પુસ્તક માં ભૂકંપ આવવાનું વૈજ્ઞાનિક કારણ કાઇક બીજું જ વાંચ્યું હોય છે અને એ મોટો થાય ત્યાં સુધી અવઢવ માં જ રહે છે કે સાચું શું અને ખોટું શું ??
મોટાભાગ ના લોકો એમ જ કહેશે કે આપણા પૂર્વજો મૂર્ખ હતા ???
એ માનતા હતા એટ્લે આપણે પણ માનવું જ જોઈએ…
તો મારો એમને સવાલ છે કે તમારા પૂર્વજો કપડા નહોતા પહેરતા અને પાંદડા થી શરીર ઢાકી ને ફરતા હતા તો આ બાબત માં તમે કેમ એનું અનુકરણ નથી કરતાં ???
બોલી તમે પણ ફરશો એમની જેમ નાગા ???
મિત્રો તર્કશીલ બનો અને તમારા બાળકો ને પણ બનાવો…
સુરજ ઊગે ત્યારે જ સવાર નથી થાતી પણ એના માટે તમારી આંખ ઉઘાડવી પણ એટલી જ જરૂરી છે…
સિંહ જાગે ત્યારે લુચ્ચા શિયાળ દુમ દબાવી ને ભાગે છે એની જેમ જ તમે સિંહ છો અને જાગશો તો જ આ લુચ્ચા શિયાળ રૂપી પાખંડી ધર્મગુરુ ઑ ને હરામી નેતાઓ ભાગશે અને તમારી પ્રગતિ થાશે…
અંધવિશ્વાસ દૂર કરી ને આત્મવિશ્વાસ જગાવો…
તમે સાચા છો અને એ ખોટા છે એટ્લે ડર્યા વિના આ ખોટા ધર્મગુરુ ઑ ને પડકારો અને વિશ્વાસ રાખો કે જીત તમારી જ થાશે કેમ કે નકલી ઝવેરાત ખરીદવા માટે પણ પૈસા તો સાચા જ જોઇએ છે ને ???
આ બતાવે છે કે ખોટા ઉપર પણ વર્ચસ્વ તો સાચા નું જ છે..
– હિતેશ રાઈચુરા