જામનગર: સામાન્ય રીતે પોલીસ નામ પડે એટલે તેમના પ્રત્યેનો તિરસ્કાર અને ભયનો ભાવ ચહેરા પર છવાઈ જાય. પરંતુ એ જ પોલીસ જ્યારે પ્રમાણિકતાનું કાર્ય કરે ત્યારે તેમના પ્રત્યે સન્માનનો ભાવ ઉભરી આવે. જામનગર પોલીસ ના કર્મી દ્વારા પણ આવું પ્રમાણિકતાનું ઉદાહરણ આપી જામનગર પોલીસનું ગર્વ વધાર્યું છે. જામનગર બી ડિવિઝનના તાબા હેઠળ આવેલ હનુમાન ગેટ પો. ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ડ્યૂટી બજાવતા રમેશભાઈ પરમાર ગઈ કાલે ચોકીની સામે બુટ પોલિશ કરાવવા જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી 20 હજારથી વધુ કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો તેમણે મોબાઈલ લઈ જઈ જેનો મોબાઈલ છે તેને પરત કરવાના પ્રયાસ કર્યા હતા તે દરમ્યાન જેમનો મોબાઈલ છે તે વિજયભાઈ કણઝારિયા જેઓ સિક્કા ડીસીસી કોલોનીમાં રહે છે તેમનો કોલ આવતા તેમને ખરાઈ કરી ચોકી પરથી મોબાઈલ લઇ જવા જણાવ્યું હતું અને મોબાઈલ પરત કર્યો હતો. વિજયભાઈ દ્વારા પોલીસની પ્રમાણિકતાને બિરદાવતા તેમનો આભાર માન્યો હતો. આમ પોલીસ પણ એક માનવ હૃદય ધરાવે જ છે જે માનવતા સાથે સાથે કાયદાનું પણ સંચાલન કરતી હોય છે. તમામ પોલીસ ખરાબ હોય તેવી માન્યતા ખોટી છે. આપણે પોલીસને સહકાર આપીએ તો એ પણ આપે જ કેમ કે એ પણ માનવ જ છે. પોલીસ માટે માનવતા અને પ્રમાણિકતા માટે જામનગર પોલીસ માટે આ ગર્વની બાબત કહી શકાય. એક સલામ તો જામનગર પોલીસના આ કર્મી માટે બને છે..
Related Posts
અમદાવાદ AMC ઝોનલ ઓફીસ ખાતે સફાઈ કર્મીએ ઝેરી દવા પીધી. સિવિલ ખસેડાયો..
અમદાવાદ: અમદાવાદના થલતેજ વોર્ડના સફાઈ આગેવાન તેમજ વાલ્મિકી સમાજના આગેવાને પીધું ઝેર. સફાઈ કર્મચારીઓ પોતાની રજૂઆત કરવા ગયા હતા પશ્ચિમ…
*જેએમસી દ્વારા પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે મેરેથોન રન ફોર ફનનો કાર્યક્રમ યોજાયો*
*જેએમસી દ્વારા પ્રિ- વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે મેરેથોન રન ફોર ફનનો કાર્યક્રમ યોજાયો* જામનગર:સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની વાઇબ્રન્ટ સમિટ…
અમદાવાદનું નામ નહીં થાય “કર્ણાવતી”
અમદાવાદનું નામ બદલવાની વિચારણા નથી વિધાનસભામાં સરકારનો લેખિતમાં જવાબ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત નહીં