વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ. ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું રામ મંદિર માર્ગ: ડો. સુરેન્દ્ર જૈન

કર્ણાવતી- ડિસેમ્બર ૨૫, ૨૦૨૦
પ્રેસ-નોટ
વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. સુરેન્દ્ર જૈનજીની પ્રેસ-નોટ.
ઢાંચો ધરાસાયી થવાથી જ પ્રસસ્ત થયું રામ મંદિર માર્ગ: ડો. સુરેન્દ્ર જૈન

વિશ્વ હિન્દુ પરિષદનાં કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી શ્રી ડો. જૈનને એક પત્રકાર વાર્તાને સંબોધન કરતા કહ્યું કે આજે ગીતા જયંતીના અવસરે ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મ ભૂમિ પર આવીને ગર્વ અનુભવું છું, અને બધા ગીતા જયંતિની શુભકામનાઓ પાઠવું છું. કર્મયોગનો સંદેશ આપનારી ગીતામાં માનનારો દરેક હિન્દુ હંમેશ કર્મયોગી રહ્યો છે. એટેલે જ તેમણે ગીતા જયંતીના દિવસે જ ૧૯૯૨ માં કારસેવા કરવાનો નિર્ણય લીધો. આ સૌભાગ્ય અને ગર્વની બાબત છે કે જે કલંક ને હટાવવા માટે ૧૫૨૮ થી સંઘર્ષ થઇ રહ્યો હતો તે ૧૯૯૨ માં ગીતા જયંતીએ દુનિયાના નકશા ઉપરથી હટી ગયું. હિન્દુ સમાજનો પુરષાર્થ સાકાર થયો અને લાખો લોકોનું બલિદાન સાર્થક થયું. ૨૦૧૯ માં પુરાવાઓના આધારે સુપ્રીમ કોર્ટે મંદિર બનાવવાં માટે અંતિમ નિર્ણય કર્યો અને સરકારને આદેશ આપ્યા કે તે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે, સંતોનાં નેતૃત્વમાં ટ્રસ્ટનું નિર્માણ થયું અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી પ્રાંરભ થયું.
પ્રારંભ થી જ નક્કી હતું કે અમે સરકાર પાસે કોઈ પૈસા નહિ લઈએ, એવા પૂંજીપતિ પણ સામે આવ્યા જેમને કહ્યું કે મંદિરનો બજેટ તેઓ પૂર્ણ કરી શકે છે, અમે વિનમ્રતા સાથે તેમનો અસ્વીકાર કર્યું. અને એ અમે નક્કી કર્યું કે અમે ગામ-ગામ અને જન-જન સુધી જઈને દરેક વ્યક્તિને રામ સાથે જોડીશું અને દરેક ગામ, શહેર, તેમજ ગલી અને મહોલ્લાઓમાં જઈને દરેક હિન્દુનો સહયોગ રામ મંદિર નિર્માણ માટે લઈશું. અમે પ્રારંભ માં લક્ષ્ય રાખ્યું હતું કે અમે ૪ લાખ ગામ, ૧૧ કરોડ હિન્દુ પરિવારોનું સંપર્ક કરીને ૫૦ કરોડ હિન્દુઓનું સહયોગ મંદિર નિર્માણમાં લઈશું, પણ પ્રાંતોની બેઠકોમાં આશ્ચર્ય સાથે અનેરો ઉત્સાહ જોવાં મળ્યો અને હવે લક્ષ્ય આગળ વધીને ૫,૨૩,૩૯૫ ગામોમાં ૧૩ કરોડથી વધુ પરિવારોનાં ૬૫ કરોડ હિન્દુઓનું સંપર્ક કરીને ભવ્ય રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનને પૂર્ણ કરવામાં આવશે, આ નિમિત્તે ૧૦ લાખ ટોળી અને ૪૦ લાખ કાર્યકરો કામે લાગશે. આ વૈશ્વિક ઇતિહાસનો સૌથી મોટું સંપર્ક અભિયાન હશે. વાસ્તવમાં આ અભિયાન બાદ રામ જન્મભૂમિ પર પવિત્ર મંદિરથી રામરાજ્યની યાત્રાનો પ્રારંભ થશે. આ અભિયાન રામરાજ્ય માટે એક લૌન્ચિંગપેડ સિદ્ધ થશે. એવું લાગે છે કે આવનારા ત્રણ વર્ષોમાં ભવ્ય મંદિર સાકાર થશે અને ૨૦૨૩ નાં અંત સુધી મંદિરના શિખર પર ભવ્ય ભગવા પતાકા લહેરાશે, આનું પરિણામ એ થશે કે વર્તમાન સહશ્ત્રાબદી રામની હશે બધી દિશાઓમાં રામના આદર્શો પર ચાલવાની પ્રેરણા હશે.

ગુજરાત પ્રાંતે નક્કી કર્યું છે કે ૧૮૫૫૬ ગામોમાં થી પ્રત્યેક ગામમાં શત-પ્રતિશત સંપર્ક અને દરેક હિન્દુથી સમર્પણ કરાવવા માટેનો પ્રયત્ન કરાશે. ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવામાં આવી છે, સંતોના માર્ગદર્શન મંડળમાં તમામ સંપ્રદાયોના સંતો અને આચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જૈન સમાજનો ઉત્સ્સાહ તો આદ્વિત્ય દેખાઈ રહ્યો છે, પૂ. પદ્મસાગરસુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી પહેલા જ જૈન સમાજે એક ૨૫ કિલોની ચાંદીને ઈંટ રામ મંદિરનાં નિર્માણ માટે આપી હતી. હવે તેઓએ વધીને વધુ સહયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ભગવાન રામ ઈક્ષ્વાકુ વંશના હતા અને ૨૪ માં થી ૨૨ તીર્થંકર ઈક્ષ્વાકુ વંશના તો હતા તેથી દરેક જૈન ને એવું લાગી રહ્યું છે કે આ રામ મંદિર એમનું પોતાનું રામ મંદિર છે. તેઓ આર્થિક યોગદાન તો કરી જ રહ્યા છે સાથે તેમની કેટલીક ટોળી પણ ગામે ગામ જઈને સંપર્ક કરશે.
આ અભિયાન બાદ ચોક્કાપણે એક નવા સશક્ત ભારતનો ઉદય થશે, જે એક મહાશક્તિના રૂપે સામે ઉભો રહેશે અને વિશ્વ ગુરુના પદે બિરાજમાન થશે.

લી.

હિતેન્દ્રસિંહ રાજપૂત
પ્રાંત પ્રચાર-પ્રસાર પ્રમુખ,
વિશ્વ હિન્દુ પરિષદ-કર્ણાવતી
મો-૯૭૨૩૮૫૨૩૮૫