*શું રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશવાળી થશે?*

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ગજાના નેતાને ખોઈ ચૂકેલી કોંગ્રેસ માટે હજી એક વધુ પડકાર બાકી છે. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અને પછી જે ઘટનાક્રમ થયો એ ડિટ્ટો મધ્ય પ્રદેશ જેવો જ છે. રાજસ્થાનમાં પણ સિંધિયાવાળી થવાની સંભાવનાને નકારી શકાય એમ નથી, કેમ કે રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર બીજી વાર એ સચિન પાઇલટની જ મહેનતનું પરિણામ છે