તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી રાખી કન્યાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવાને બળાત્કાર ગુજારતા સગીર કન્યાને તિલકવાડા પોલીસ મથકે બળાત્કાર ગુનાની ફરિયાદ કરતાં પોલીસે બળાત્કારી આરોપી રાજુભાઈ ગોરધનભાઈ ભીલ ( રહે નાલમપુર ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી રાજુભાઈ અગર ગામના બસ સ્ટેશન ઉપરથી સગીર કન્યાનું કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવીને અપહરણ કરે તેને મોટરસાઈકલ ઉપર બેસાડી વડોદરા ગોત્રી વિસ્તારમાં તેના મિત્રના ઘરે લઈ ગયેલ. ત્યાંથી પાન તલાવડી ખાતે રહેતા તેના મામાના ઘરે લઇ ગયેલ.અને પાન તલાવડી ખાતે તેના મામાના ઘરે આરોપી રાજુભાઈએ સગીર કન્યા સાથે રાત્રીના સમયે બે દિવસ સુધી તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરતા ભોગ બનનાર કન્યાએ હિંમત કરીને તિલકવાડા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.