*ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં ત્રણ ઝડપાયા*

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી લીધા હતા. રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, 10 લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.