રાજકોટને આ શું થઈ ગયું છે? દારૂ, ગાંજો, હેરોઇન, ગેરકાયદે હથિયાર મળવાનો સિલસિલો થયાવત્

રાજકોટને આ શું થઈ ગયું છે? દારૂ, ગાંજો, હેરોઇન, ગેરકાયદે હથિયાર મળવાનો સિલસિલો થયાવત્

રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલાની ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

*રાજકોટ* રાજકોટ શહેર જાણે કે હથિયારોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. 31ડિસેમ્બર (31st December) નજીક આવી રહી છે તેમ તેમ રાજકોટ શહેરમાંથી મોટા પ્રમાણમાં દારૂ, ગાંજો, હેરોઇન અને ગેરકાયદે હથિયારો (Illegal weapon) ઝડપાઈ રહ્યા છે. પોલીસ પણ આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓની એક બાદ એક ધરપકડ કરી રહી છે. હવે રાજકોટ ક્રાઇમ બ્રાંચે (Rajkot crime branch) હથિયારના બે સપ્લાયરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરના તાલુકા પોલીસ દ્વારા પ્રકાશ ઉર્ફે ભાણો સોમાભાઇ વાઘેલાની ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, ગોંડલ રોડ રવેચી માતાના મંદીર પાસે આવેલા રવેચી નગર પાસે એક યુવક કબુતરી કલરનો શર્ટ તેમજ કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરીને ઊભો છે. આ વ્યક્તિ પાસે ગેરકાયદે હથિયાર છે. ચોક્કસ બાતમીના આધારે યુવકની અંગ જડતી લેતા તેની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું.