AMCની ટીમ અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ પર સજ્જ, બહારથી આવનારનો થશે ટેસ્ટ.

અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ એએમસી દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે. બહારથી આવનાર મુસાફરોનું થશે સ્ક્રીનીંગ.