જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 827, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 840 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 61 દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1728 થઈ

જિલ્લામાં આજે કુલ 06 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 827, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 840 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 61 દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1728 થઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા12 દરદીઓને આજે રજા અપાઈ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 41358 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ:

રાજપીપલાતા. 23

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.23 મી ડિસેમ્બર 20નાં રોજ પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૨ (બે), એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 04 કુલ 06પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં 827, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં840 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 61 દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1728 નોંધાવા પામી છે.

રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજાથયેલા12 દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 777 દરદીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા909 દરદીઓ સહિત કુલ-1686 દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, હોમ આઇસોલેશનમા 21 દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે 3 દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે 5 દરદીઓ, ભરૂચ ખાતે 1 અને વડોદરા ખાતે 9 દરદીઓ સહિત કુલ-39 દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં 28,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 322 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં 1 સહિત કુલ-351 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-41358 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 18 દરદીઓ, તાવના 17 દરદીઓ, ઝાડાના 22 દરદીઓ સહિત કુલ-57 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 997056 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 900371 લોકોને વિતરણ કરાઇ છે.