SOU પર બસ સેવા પૂરી પાડનાર એક એજન્સીનાં બસ ડ્રાઈવર અને એજન્સીનાં સંચાલક વચ્ચે રકઝક થતા બસ ચલાવવા ની નાં પડતા ચકચાર

SOU પર બસ સેવા પૂરી પાડનાર એક એજન્સીનાં બસ ડ્રાઈવર અને એજન્સીનાં સંચાલક વચ્ચે રકઝક થતા બસ ચલાવવા ની નાં પડતા ચકચાર

અંતે સમઝાવટ બાદ સમાધન થતા સવારે ૧૦.૨૦ કલાકે બસ સેવા પુનઃ રાબેતા મુજબચાલુ કરી દેવાતાં હાશકારો

રાજપીપળા, તા 23

આજરોજ તા. ૨૩/૧૨/૨૦૨૦નાં રોજ સવારે અત્રે બસ સેવા પૂરી પાડનાર વિવિધ એજન્સી પૈકીની એક એજન્સીનાં બસચાલક અને એજન્સીનાં સંચાલકો વચ્ચેનાં આંતરીક વિખવાદને કારણે સવારે બસ ચાલકો દ્રારા બસનાં સંચાલનથી ઇન્કાર કરી દેતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાંમદદનીશ કમિશ્નર,ડૉ. મયુર પરમારે જણાવ્યુ હતુકે
ત્યાર બાદ તુરંત જ બસ સેવા આપનાર એજન્સીનાં સંચાલકો અને બસ ચાલકો વચ્ચે સ્થળ પર જ વાટાઘાટો કરી સમાધન થતા મામલો થાળે પડ્યો હતો. અને તેમનાં વચ્ચે ઉભા થયેલ આંતરીક વિખવાદનો અંત આવતા તુરંત જ સવારે ૧૦.૨૦ કલાકે બસ સેવા ચાલુ કરી દેવાઇ હતી.હાલ પણ તમામ બસ સેવાઓ રાબેતા મુજબ ચાલુ જ છે.આ દરમ્યાન અન્ય બસ સેવા પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેથી પ્રવાસીઓને વિના વિક્ષેપે નિશ્ચિત ગંતવ્યસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.