ગરુડેશ્વર તાલુકા ના ઉંમરાવ ગામે બાજરવાડા માંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ મળી.

ડીકમ્પોઝ હાલતમાં મળેલી લાશ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી.

ગરૂડેશ્વર તાલુકાના ઉમરાવ ગામે બાજરાવાડ ફળિયામાંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ડીકમ્પોઝર હાલતમાં મળેલી લાશ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની શનાભાઈ રૂપાભાઈ વસાવા (રહે લીંમબાડ ફળિયા ઝરવાણી )એ પોલીસને કરી હતી. આ મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા કરાઈ તેનું કારણ જણાવતા ગરુડેશ્વર પોલીસે તપાસ આદરી છે.