નર્મદા માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કવાયત. રાજપીપળા એપીએમસી ખાતે નર્મદા ભાજપ દ્વારા જિલ્લામાં બીજેપી હોદ્દેદારોની બેઠક મળી. કાર્યકરોને જરૂરી સુચના અપાઇ.

નર્મદા માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા નર્મદા જિલ્લા ભાજપ દ્વારા કવાયત.
રાજપીપળા એપીએમસી ખાતે નર્મદા ભાજપ દ્વારા જિલ્લામાં બીજેપી હોદ્દેદારોની બેઠક મળી.
કાર્યકરોને જરૂરી સુચના અપાઇ.
ચૂંટણીના ઇન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રમેશ મંત્રી દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા જિલ્લા ભાજપા અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિતિ.
જિલ્લા હોદ્દેદારો,મંડળના પ્રમુખ, મહામંત્રી, આઈટી સોશિયલ મીડિયા અને મીડિયાના હોદ્દેદારો સાથે અલગ-અલગ બેઠકો કરી એમના મંતવ્યો પણ જાણ્યા.
રાજપીપળા,તા.21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા બીજેપી હોદ્દેદારોની બેઠક રાજપીપલા એપીએમસીખાતે મળી હતી.બેઠક વંદેમાતરમના ગાન સાથે શરૂ થઈ હતી.ત્યારબાદ નર્મદા જિલ્લા ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇન્ચાર્જ અને પૂર્વ લોકપ્રિય ધારાસભ્ય તથા પ્રદેશ સંગઠનના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી,દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથાજિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ એ જિલ્લા હોદ્દેદારો, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ આઇટી-સોિશયલ મીિડયા અને મીડિયાના હોદ્દેદારો સાથેઅલગ અલગ બેઠકો કરી એમના મંતવ્યો જાણ્યા હતા .અને ચૂંટણી માટે જરૂરી માહિતી આપી હતી.જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલએ જીલ્લ્લામાં ચાલતી પેજ પ્રમુખ અને પેજ સિમિતની માહિતી મેળવી અને આ કાર્ય પૂર્ણતાને આરે હોવાની ખુશી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત સંગઠનના મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોરએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ જન જન સુધી પહોચાડવા માટેની હાકલ કરી હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લાના મહામંત્રી નીલ રાવ દ્વારા તમામ કાર્યકર્તાઓ ને આગામી ચૂંટણી સુધી વિપક્ષો દ્વારા થતા દુષ્પ્રચારનો સામનો કરી સોશિઅલ મીડિયાના માધ્યમથી સરકારની સિદ્ધિઓ જન જન સુધી પહોંચાડવા હાકલ કરાઈ હતી.આ બેઠક માં જિલ્લા હોદ્દેદારો મંડળના પ્રમુખ – મહામંત્રીઓ, આઇટી- સોશિઅલ -મીડિયા અને મીડિયાના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા