બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર

સાગબારા તાલુકામાં પાડા ગામે
બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ગંભીર

રાજપીપલા, તા 20

સાગબારા તાલુકામાં પાડા ગામે
બે મોટર સાઇકલ સામ સામે ભટકાતા અકસ્માતમા એકનું મોત નીપજ્યું છે. જયારે એકને ગંભીરઇજા થતાં સાગબારા પોલીસ મથકે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈછે.
જેમાં ફરીયાદીરજીયાભાઇ રામાભાઇ વસાવા (રહે. કાનાપાડા ટેકરા ફળીયુ, તા.સાગબારા, જીલ્લો નર્મદા)એ આરોપી
પલ્સર મો.સા. નંબર GJ-2-F-3105 નો ચાલકસામે ફરિયાદ દાખલ કરી છે
ફરિયાદની વિગત અનુસાર પલ્સર મોટર સાયકલ નંબર GJ-224-3105 ના ચાલક આરોપીએ પોતાના કબજાની પલ્સર મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે
હંકારી સામેથી આવતી મો.સા. નંબર GJ-22-8-2382 સાથે એકસીડન્ટ કરી મો.સા. ઉપર સવાર ફુલસીંગભાઇ તથા તેજાભાઇને ગંભીર ઇજાઓ પહોચાડી તથા
મો.સા.નંબર U-22-8-2382ને નુકશાન કરી નાસી ગયેલ. જેમાં ફુલસીંગભાઇ વસાવાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. સાગબારા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા