નાંદોદ તાલુકાના સુલતાનપુર આ ગામના ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર ન મળતાં ખેડૂતો માં રોષ.
વળતર મેળવવા છેલ્લા એક મહિનાથી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે.
50 ખેડૂતોના ખાતામાં પાક નુકસાનીનું વળતર જમા થયું નથી.
રાજપીપળા ખાતે નર્મદા કલેકટરને આવેદન.
રાજપીપળા,તા.20
નર્મદા જિલ્લાના સુલતાનપુરા ના ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી જન્મી છે જેમાં 50 ખેડૂતોના ખાતામાં પાકની નુકસાનીનું વળતર જમા થયું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે જેથી વળતર મેળવવા છેલ્લા એક મહિનાથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.આ અંગે રાજપીપલા ખાતે નર્મદા કલેકટર ને આવેદન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેતીના પાકમાં મોટી નુકશાની થઇ હોય એવા ગુજરાતના ખેડુતોને પાક નુકશાની વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી.ગુજરાત રાજ્યના લગભગ 123 તાલુકાઓને પાક નુકશાન વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું પણ એમાં સમાવેશ કરાયો હતો. તેમ છતાં નાંદોદ તાલુકાના સુલતાનપુરા 50 જેટલા ખેડૂતોને નુકસાની વળતર મેળવવા છેલ્લા એક મહિનાથી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે.
વળતર મુદ્દે રજૂઆત કરવા નાંદોદ તાલુકાના સુલતાનપુર આ ગામના ખેડૂતો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા કલેકટર કચેરીએ જઈ નર્મદા કલેકટરને રજૂઆત કરતાં જણાવ્યું કે સુલતાનપુરા ગામ ગરુડેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલું છે.પણ જ્યારે નાંદોદ તાલુકામાં થી ગરુડેશ્વર તાલુકો અલગ થયો,ત્યારે સુલતાનપુરા ગામનો સીમાડો નાંદોદ તાલુકામાં જ રહી ગયો.જેથી રેવન્યુ ને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં જ થાય છે.7 /12, 8અ ના ઉતારા માં પણ અમારું ગામ નાનું તાલુકામાં બોલે છે. અમને વળતર મળવું જ જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અમે લેખિત ફરિયાદ કરી.એ નિવેડો લાવવા લેખિત આદેશ કર્યો તો એની પણ અવગણના થઈ રહી છે.
નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવે છે કે નાંદોદ ટીડીઓ એપ્રુવલ આપે તો તમારા ખાતામાં વળતા જમા થાય.નાંદોદ ટીડીઓ અમને એમ કહે છે કે તમે ગરુડેશ્વર તાલુકા માં આવો છો. ગરુડેશ્વર વિડીયો એમ કહે કે તમારું રેવન્યુ તો નાંદોદ તાલુકામાં બોલે છે.સરકારી દસ્તાવેજ ની ભૂલને લીધે અમે છેલ્લા 1 મહિનાથી વળતર મેળવવા સરકારી કચેરીઓના આંટાફેરા મારી રહ્યાં છીએ.જો અમને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન કરીશું.
રિપોર્ટ: જયોતિ જગતાપ, રાજપીપળા