રાજપીપલા ખાતેની મોવી ચોકડી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/-ની કિંમતનાપ્રોહીબીશનના
મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ

રાજપીપલા ખાતેની મોવી ચોકડી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/-ની કિંમતનાપ્રોહીબીશનના
મુદ્દામાલ સાથે આરોપી ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ

ફરાર ચાર આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરાયા

રાજપીપળા, તા 19

રાજપીપલા ખાતેની મોવી ચોકડી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/-ની કિંમતનાપ્રોહીબીશનના
મુદ્દામાલ સાથે એલ.સી.બી. નર્મદા પોલીસેઆરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડા
હિમકર સિંહએ જીલ્લામાંથી દારૂના દુષણ ને ડામવા
તેમજ અસરકારક કામગીરી કરવા માટેની કડકસુચના આપતાએલ.સી.બી.પી આઈ એ.એમ.પટેલ,
ના સુપરવિઝન હેઠળ
સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી.બી. તથાએલ.સી.બી. સ્ટાફનાનાં માણસો રાજપીપલા વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન
અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ તથા વિજયભાઇ ગુલાબસીંગની
સંયુક્ત બાતમી આધારે ડેડીયાપાડા તરફથી
મારૂતી વાનમાં વિદેશી દારૂ ભરીને ફિરોઝ ઉર્ફે ભંગારી ઘોરી (રહે.
રાજપીપલા) આવતો હોવાની બાતમી આધારેમોવી ચોકડી પાસેનાકાબંધી કરેલ. જેમા આરોપી
ફિરોઝ ઉર્ફે ભંગારી લાલુખાન ઘોરી (રહે. સીંધીવાડ
રાજપીપલા)તથા બીજા બે ઇસમો મારૂતી વાન નં. જી.જે.૨૨-એચ-૨૮૪૮ લઇને આવતા હતા.
તેમને રોકવાનો ઇશારો કરવા છતા રોકાયેલ નહી .જેથી મારૂતી વાનનો પીછો કરતા ગલો બચુભાઇ તડવી
(રહે. જુનવદ )તથા વાનનો ડ્રાઇવર અરબાજ તે વાન મુકીને નાસી ગયેલ જ્યારે આરોપી ફિરોઝ પકડાઇ
જતા મારૂતી વાનની ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી કાચના તથા પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-300
મળી કુલ કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી તથા મારૂતી વાન-૧ કિ.રૂ.૭૦,૦૦૦/- મળીલ કુલ્લે કિ.રૂ.
૧,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડીતેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.તથા નાસી
ગયેલ આરોપીઓ (૧) ગલો બચુભાઇ તડવી રહે. જુનવદ (૨) મારૂતી વાનનો ડ્રાઇવર અરબાજ તથા (3)
પ્રોહી માલ ભરાવી આપનાર અર્જુન (રહે. મુલગી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) )તથા (૪) પ્રોહી
માલ મંગાવનાર બાલુભાઇ ચંદુભાઇ વસાવા( રહે. બારખાડી તા.ગરૂડેશ્વર જી.નર્મદાના)ને ગુનાના કામેવોન્ટેડ જાહેર કરી રાજપીપલા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા